પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ હતી . દસ દિવસિય આ ઉજવણી કાર્યક્રમમાં રાજ્યના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર અને પંચમહાલ જિલ્લાના 18 તાલુકાની 52 શાળાઓના 2 હજાર 500 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે આ કાર્યક્રમ હેઠળ 93 વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અવકાશ વિજ્ઞાન આધારિત પ્રદર્શન , અવકાશ વિજ્ઞાનમાં કાર્યશાળા , ડોક્યુમેન્ટરી-શો, અવકાશ વિજ્ઞાનના રહસ્યો પર વૈજ્ઞાનિક ચર્ચા, ભારતની અવકાશ સિદ્ધિઓ અને તેનું ભવિષ્ય ની થીમ પર સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.
ગુજકોસ્ટ ગાંધીનગર અને ભારતીય માનક બ્યુરો-અમદાવાદના સહયોગથી પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની આ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી .
Site Admin | ઓગસ્ટ 30, 2024 10:35 એ એમ (AM)
પાટણના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઈ હતી
