પાકિસ્તાન સરકારે કરાંચીની માલિર જેલમાંથી ગઇકાલે મુક્ત કરેલા 22 માછીમારોને આવતીકાલે સવારે ભારતીય અધિકારીઓને વિધિવત સોંપવામાં આવે તેવી સંભાવના છે. આ માછીમારોએ નિર્ધારીત સજાની મુદત પૂર્ણ કરી હોવાથી તેમને મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત કરાયેલા માછીમારો પૈકી 15 માછીમારો ગીરસોમનાથ જિલ્લાના અને 3 જણાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના નિવાસી છે. જ્યારે 3 માછીમારો દીવના નિવાસી છે.
અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે પાકિસ્તાન મરીન એજન્સી દ્વારા આ માછીમારોએ પાકિસ્તાનના જળ વિસ્તારમાં પ્રવેશ કર્યો હોવાના આક્ષેપ સાથે તેમની ધરપકડ કરી હતી.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:40 પી એમ(PM)
પાકિસ્તાન સરકારે કરાંચીની જેલમાંથી મુક્ત કરેલા 22 માછીમારોને આવતીકાલે સવારે ભારતને વિધિવત સોંપવામાં આવે તેવી સંભાવના છે.
