ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 21, 2025 2:03 પી એમ(PM)

printer

પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ખુલ્લો પાડવા પ્રથમ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ પાંચ દેશ માટે રવાના

ઓપરેશન સિંદૂર પર વિદેશમાં ભારતના રાજદ્વારી સંપર્ક માટે અને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ખુલ્લો પાડવા જેડી-યુ સાંસદ સંજય કુમાર ઝાનાં વડપણ હેઠળ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ આજે પાંચ દેશ માટે રવાના થયું. આ પ્રતિનિધિમંડળ ઇન્ડોનેશિયા, મલેશિયા, કોરિયા ગણરાજ્ય, જાપાન અને સિંગાપોરની મુલાકાત લેશે.

શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં અન્ય એક પ્રતિનિધિમંડળ આજે યુએઇ, લાઇબેરિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને સિએરા લિયોન માટે રવાના થશે. ભારતનાં સફળ ત્રાસવાદ વિરોધી અભિયાન અને પાકિસ્તાનની કુખ્યાત પ્રવૃત્તિઓ અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયને માહિતગાર કરવા સાત બહુપક્ષીય પ્રતિનિધિમંડળની રચના કરવામાં આવી છે. બહુપક્ષીય પ્રતિનિધિમંડળ પાંચ જુન સુધી કુલ 32 દેશની મુલાકાતે જશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ