ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 9, 2025 7:43 પી એમ(PM)

printer

પાકિસ્તાને 400 ડ્રૉનનો ઉપયોગ કરી ભારતના 36 સ્થળ પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો- ભારતીય સેનાએ અનેક ડ્રૉન તોડી પાડ્યા.

પાકિસ્તાને ગત રાત્રે અંદાજે 400 ડ્રૉનનો ઉપયોગ કરીને લેહ અને સિરક્રીક સુધી 36 સ્થળ પર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો. ભારતીય સશસ્ત્ર સેનાઓએ ઘણા ડ્રૉનને તોડી પાડ્યા. નવી દિલ્હીમાં વિશેષ સંવાદદાતા સંમેલનમાં ભારતીય સેનાનાં કર્નલ સોફિયા કુરૈશીએ કહ્યું, પાકિસ્તાની સેનાએ સમગ્ર પશ્ચિમી સરહદ પર ઘણી વાર ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું. તેમજ સૈન્ય ઢાંચાને પણ નિશાન બનાવવા પ્રયાસ કર્યો.
કર્નલ કુરૈશીએ કહ્યું, પાકિસ્તાને નિયંત્રણ રેખા પર ભારી હથિયારોથી ગોળીબાર કર્યો. તેમણે કહ્યું, ડ્રૉનના કાટમાળની ન્યાયસહાયક તપાસ કરવામાં આવી રહી છે અને પ્રાથમિક માહિતી પરથી જાણવા મળ્યું કે, આ ડ્રૉન તુર્કીએમાં બન્યા હતા.
વિન્ગ કમાન્ડર વ્યોમિકા સિંઘે કહ્યું, પાકિસ્તાની હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર ડ્રૉન પાકિસ્તાનમાં ચાર હવાઈ સંરક્ષણ ઠેકાણા પર છોડવામાં આવ્યા અને તેમાંથી એક ડ્રૉન પાકિસ્તાનના એડી રડારને નષ્ટ કરવામાં સફળ રહ્યું. તેમણે કહ્યું, પાકિસ્તાને નિયંત્રણ રેખા પર ભારે તોપ અને સશસ્ત્ર ડ્રૉનનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો, જેમાં ભારતીય જવાનોને નુકસાન પહોંચ્યું. ભારતની વળતી કાર્યવાહીથી પાકિસ્તાની સેનાને પણ ભારે નુકસાન થયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ