પાકિસ્તાનમાં, ગઈકાલે અશાંત બલુચિસ્તાન પ્રાંતના એક બજારમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા હતા અને પાંચ ઘાયલ થયા હતા.પોલીસે જણાવ્યું કે, ખુઝદારના નાલ બજારમાં પાર્ક કરેલી મોટરબાઈકમાં IED બ્લાસ્ટ કરાયો હતો. નાલ પોલીસે પત્રકારોને જણાવ્યું કે, ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે.વિસ્ફોટમાં કેટલાક વાહનો પણ નાશ પામ્યા હતા. એક નિવેદનમાં, બલુચિસ્તાનના મુખ્યમંત્રી મીર સરફરાઝ બુગતીએ વિસ્ફોટની ટીકા કરતા કહ્યું, ઘાયલોને તબીબી સંભાળ પૂરી પાડવાના આદેશો જારી કરવામાં આવ્યા છે.
Site Admin | માર્ચ 6, 2025 9:39 એ એમ (AM)
પાકિસ્તાનમાં અશાંત બલુચિસ્તાન પ્રાંતના એક બજારમાં થયેલા વિસ્ફોટમાં ચાર લોકો માર્યા ગયા.
