પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમી પ્રાંત બલુચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી- BLAએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હૂમલો કરીને ટ્રેન પર કબ્જો કરીને 450 પ્રવાસીઓને બંધક બનાવ્યા છે. આ ટ્રેન ક્વેટાથી પેશાવર જઈ રહી હતી, ત્યારે આ હૂમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ બાદમાં નાગરિક બંધકોને છોડી દીધા હતા અને લશ્કરી જવાનો સહિત 214 લોકોને બાનમાં રાખ્યા હતા. હૂમલામાં ટ્રેનનાં ડ્રાઇવરને ઇજા થઈ છે.BLAએ આક્ષેપ કર્યો કે, હૂમલામાં 30થી વધી લશ્કરી જવાનોનાં મૃત્યુ થયા છે. પાકિસ્તાનની સરકારના પ્રવક્તાએ દાવો કર્યો કે, સલામતી દળોએ આશરે 80 પ્રવાસીઓને બચાવી લીધા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની સાથે સાથે બ્રિટન અને અમેરિકા સહિતનાં અનેક પશ્ચિમી દેશોએ બલુચ લિબરેશન આર્મીને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
Site Admin | માર્ચ 12, 2025 9:39 એ એમ (AM)
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી- BLAએ જાફર એક્સપ્રેસ ટ્રેન પર હૂમલો કર્યો.
