ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 9, 2025 8:43 એ એમ (AM)

printer

પાકિસ્તાનના આક્રમણને પગલે ગુજરાત સહિત દેશનાં 24 વિમાનમથકો નાગરિક ઉડ્ડયન માટે બંધ કરાયા

પાકિસ્તાન તરફથી થયેલા આક્રમણને ધ્યાનમાં રાખીને કિશનગઢ, ભુંતર અને લુધિયાણા સહિતનાં 24 હવાઇમથકો બંધ કરી દેવામાં આવ્યા છે. અગાઉ રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશમાં અનેક હવાઇમથકોની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.
ગુજરાતમાં રાજકોટ, પોરબંદર, કંડલા, ભુજ, કેશોદ, જામનગર અને મુન્દ્રા વિમાનમથકોને નાગરિક ઉડ્ડયન માટે બંધ કરવામાં આવ્યા છે.
દરમિયાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશભરના હવાઇમથકો બંધ કરવામાં આવ્યા હોવાના મીડિયાના અહેવાલોને ખોટા ગણાવ્યા છે.
દિલ્હી હવાઇમથકે કહ્યું છે કે કામગીરી સામાન્ય રીતે ચાલી રહી છે. હવાઈ ક્ષેત્રની બદલાતી સ્થિતિ અને વધુ સુરક્ષાને કારણે કેટલીક ઉડાનોને અસર થઈ છે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.