જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલા પછીની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે ચાર વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે, શ્રીનગરમાં અટવાયેલાં પ્રવાસીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની ફ્લાઇટ્સ પણ તૈયાર રાખવામાં આવી છે.તેમણે એરલાઈન્સને વિમાન ભાડામાં બિનજરૂરી વધારો ન થાય તે સુનિશ્ચિત કરવા નિર્દેશો જારી કર્યા હતા.
દરમિયાન, એર ઇન્ડિયા અને ઇન્ડિગો સહિતની એરલાઇન્સ આજે શ્રીનગરથી વિશેષ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં એર ઇન્ડિયા અને ઇન્ડિગોએ જણાવ્યું છે કે તેઓ આજે શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે બે વધારાની ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યા છે. એરલાઇન્સ આ ક્ષેત્રોમાં કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને કોમ્પ્લિમેંટરી રીશીડ્યુલિંગ અને ફ્લાઇટ રદ કરવા પર રિફંડ પણ આપી રહી છે.
Site Admin | એપ્રિલ 23, 2025 3:30 પી એમ(PM)
પહેલગામ આતંકવાદી હુમલા ધ્યાનમાં રાખીને શ્રીનગરથી દિલ્હી અને મુંબઈ માટે ચાર વધારાની ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે
