ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 23, 2025 1:47 પી એમ(PM)

printer

પહેલગામ આતંકવાદી હુમલાના હુમલાખોરના સ્કેચ જાહેર કરાયાં

પહેલાગામ આતંકવાદી હુમલાના ત્રણ હુમલાખોરના સ્કેચ જાહેર કરવામાં આવ્યાં છે. હુમલામાં ઘાયલ થયેલા લોકો અને નજર જોનારા લોકો પાસેથી માહિતી મેળવીને આ સ્કેચ જાહેર કરાયાં છે.. આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં એલર્ટ જાહેર કરાયો છે.    
પહેલગામના ઘટના સ્થળની મુલાકાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓને બક્ષવામાં આવશે નહી અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.. તેમણે ઉમેર્યુ હતું કે ભારત ક્યારેય આતંકવાદ સામે ઝુકશે નહીં.