માર્ગ, પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશના માળખાગત વિકાસના મહત્વ પર ભાર મૂક્યો અને દરરોજ 100 કિલોમીટર ધોરીમાર્ગો બનાવવાનું લક્ષ્ય રાખ્યું. ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન – AIMA ના 10મા રાષ્ટ્રીય નેતૃત્વ પરિષદને સંબોધતા, તેમણે કહ્યું કે આગામી 18 મહિનામાં, દેશનું રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અમેરિકા કરતા વધુ સારું થઈ જશે.
આ પરિષદ એક વિચારશીલ નેતૃત્વ મંચ છે જે ભારતીય અર્થતંત્ર અને રાષ્ટ્રના એકંદર વિકાસ માટે આગળ વધવાના માર્ગ પર રચનાત્મક સંવાદ માટે વિવિધ હિતધારકોને એકસાથે લાવે છે.