પંજાબ સરકારે એસિડ હુમલાના પીડિતોને નાણાકીય સહાય આપવાની યોજનાનાં સુધારો કર્યો છે. હવેથી મહિલાઓ ઉપરાંત પુરુષો અને ટ્રાન્સજેન્ડર્સ પિડીતોને પણ યોજનામાં સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, માસિક નાણાકીય સહાય 8000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ યોજનાનું નામ બદલીને ‘પંજાબ ફાઇનાન્સિયલ આસિસ્ટન્સ ટુ એસિડ વિક્ટિમ સ્કીમ 2024’ રાખવામાં આવ્યું છે.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 2:28 પી એમ(PM) | પંજાબ
પંજાબ સરકારે એસિડ હુમલાના પીડિતોને નાણાકીય સહાય આપવાની યોજનાનાં સુધારો કર્યો
