ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 30, 2025 1:45 પી એમ(PM)

printer

પંજાબમાં ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતાં પાંચ લોકોના મોત અને 34 લોકો ઈજાગ્રસ્ત.

પંજાબમાં ગત મોડી રાત્રે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થતાં પાંચ લોકોના મોત અને 34 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના લુમ્બી વિસ્તારમાં આ ઘટના સર્જાઈ હતી. વરિષ્ઠ પોલીસ નાયબ અધિક્ષક જસપાલ સિંઘે આકાશવાણી સમાચારને જણાવ્યું કે, ઈજાગ્રસ્તોને હવે કોઈ જોખમ નથી અને હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.
અમારા સંવાદદાતાએ જણાવ્યું, કારખાનામાં થયેલા વિસ્ફોટનું કારણ હજી સુધી જાણી નથી શકાયું, પરંતુ બે માળનું કારખાનું કાટમાળમાં ફેરવાઈ ગયું છે. બીજી તરફ, મૃતકોની ઓળખની પણ હજી પુષ્ટિ નથી થઈ, પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, ફટાકડાના કારખાનામાં કામ કરતા મોટા ભાગના શ્રમિકો ઉત્તરપ્રદેશ અને બિહારના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ