પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય સંમેલનમાં મહિલાઓની મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત મૉડલનો પ્રારંભ કરશે. આ પહેલ મંત્રાલયના આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ 2025 સમારોહનો એક હિસ્સો છે. પહેલનો મુખ્ય ઉદ્દેશ દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મહિલા, અનુકુળ ગ્રામ પંચાયત સ્થાપિત કરવાનો છે.કાર્યક્રમમાં પંચાયતીરાજ રાજ્યમંત્રી એસ. પી. સિંહ બઘેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ તથા વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંયુક્ત રાષ્ટ્ર વસતિ ભંડોળ જેવા આંતર-રાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓ ભાગ લેશે.
Site Admin | માર્ચ 5, 2025 9:37 એ એમ (AM)
પંચાયતી રાજ મંત્રાલય આજે નવી દિલ્હીમાં એક રાષ્ટ્રીય સંમેલનમાં મહિલાઓની મૈત્રીપૂર્ણ ગ્રામ પંચાયત મૉડલનો પ્રારંભ કરશે
