પંચમહાલ જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ટી.એચ.આર. અને મિલેટ માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિવિધતાસભર પાકો જેવા કે બાજરી, જુવાર, નાગલી કાંગ, બંટી કોદરી, વરી વગેરેનો સમાવેશ થાય છે. જેમાં મોટા ભાગના પાકોનું મૂળ ઉત્પાદન સ્થાન ભારત છે અને તે પાકોને ભારતના પ્રચીન અને ગુણકારી પાકો તરીકે પણ ઓળખવામાં આવે છે. ટેક હોમ રાશન કે જે સુક્ષ્મ પોષક તત્વોથી ભરપુર છે તેનો ઉપયોગ કરીને વાનગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાંથી જિલ્લા કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઝોન કક્ષાએ ભાગ લેવા માટે મોકલવામાં આવશે.
Site Admin | માર્ચ 1, 2025 7:02 પી એમ(PM)
પંચમહાલ જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં ટી.એચ.આર. અને મિલેટ માંથી બનતી પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી
