પંચમહાલનાં કાજલ ખુશલાણિએ નેપાળમાં યોજાયેલી નૃત્ય સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. અમારા પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે, નેપાળમાં યોજાયેલી પાંચમી માઉન્ટ ઍવરેસ્ટ આંતર-રાષ્ટ્રીય સંગીત અને નૃત્ય રમતગમત સ્પર્ધામાં પોતાના નૃત્યની આગવી શૈલીનું પ્રદર્શન કરી કાજલે આ સિદ્ધિ મેળવી છે. કાજલનાં પરિવાર સહિત તમામ લોકોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.
Site Admin | જૂન 23, 2025 7:03 પી એમ(PM)
પંચમહાલનાં કાજલ ખુશલાણિએ નેપાળમાં યોજાયેલી નૃત્ય સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો
