નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું છે કે આગામી દસ વર્ષમાં 96 જહાજો અને સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, 62 જહાજો અને એક સબમરીન નિર્માણાધીન છે અને આવતા વર્ષ સુધી દર મહિને એક જહાજને તેમાં સામેલ કરવામાં આવશે.
વાર્ષિક નેવી ડે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં એડમિરલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ઓડિશાના પુરીમાં 4 તારીખે નેવી ડેની ઉજવણી કરવામાં આવશે. પાકિસ્તાન નૌકાદળની વધતી જતી દરિયાઈ ક્ષમતાઓ અંગે તેમણે કહ્યું કે પાકિસ્તાન નૌકાદળના ઘણા યુદ્ધ જહાજો અને સબમરીન ચીનના સમર્થ નથી બનાવવામાં આવી રહ્યા છે જે દર્શાવે છે કે ચીન પાકિસ્તાની નૌકાદળને વધુ મજબૂત બનાવવામાં રસ ધરાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત પડોશીઓ દ્વારા ઊભા કરાયેલા તમામ જોખમોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 2:43 પી એમ(PM)
નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠીએ કહ્યું છે કે આગામી દસ વર્ષમાં 96 જહાજો અને સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે
