નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી આજે સવારે ચીનની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે બેઇજિંગ જવા રવાના થયા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, શ્રી ઓલી બેઇજિંગમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. પ્રધાનમત્રી ઓલી ચીનના તેમના સમકક્ષ લી કિઆંગ સાથે વાતચીત કરશે અને દ્વીપક્ષિય મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.
ચીનની નેશનલ પીપલ્સ કોંગ્રેસની સ્થાયી સમિતિના અધ્યક્ષ ઝાઓ લેજી પણ શ્રી ઓલી સાથે મુલાકાત કરશે. દરમિયાન પ્રધાનમંત્રી ઓલી પેકિંગ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમને સંબોધિત કરશે. તેઓ બેઇજિંગમાં નેપાળના રાજદૂત ભવન, ચાઇના કાઉન્સિલ ફોર ધ પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ફેડરેશન ઓફ નેપાળ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સંયુક્ત રીતે આયોજિત નેપાળ-ચીન બિઝનેસ ફોરમને પણ સંબોધશે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 2:40 પી એમ(PM)
નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલી આજે સવારે ચીનની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે બેઇજિંગ જવા રવાના થયા છે
