ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 5, 2025 9:27 એ એમ (AM)

printer

નિયંત્રણ-રેખા પર પાકિસ્તાને કરેલા ગોળીબારનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો

ગઈકાલે રાત્રે જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા ગોળીબારનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સૈન્યએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, પૂંછ, રાજૌરી, મેંધાર, નૌશેરા, સુંદરબની અને અખનૂર વિસ્તારોમાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના નાના હથિયારોથી ગોળીબાર કર્યો હતો. ભારતીય સૈનિકોએ તાત્કાલિક અને પ્રમાણસર જવાબ આપ્યો હતો. કોઈ જાનહાનિના અહેવાલ નથી.