ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 16, 2025 7:35 પી એમ(PM)

printer

નાણાકીય સમાવેશન સંતૃપ્તિ અભિયાન હેઠળ બે સપ્તાહમાં એક લાખ 40 હજાર જન ધન ખાતા ખોલવામાં આવ્યા

સરકારે કહ્યું છે કે રાષ્ટ્રવ્યાપી નાણાકીય સમાવેશન સંતૃપ્તિ અભિયાન હેઠળ બે સપ્તાહમાં એક લાખ 40 હજાર જન ધન ખાતા ખોલવામાં આવ્યા છે. નાણાં મંત્રાલયે કેટલીક મુખ્ય યોજનાઓની પહોંચ વધારવા માટે આ મહિનાની પહેલી તારીખથી ત્રણ મહિનાનું રાષ્ટ્રવ્યાપી સંતૃપ્તિ અભિયાન શરૂ કર્યું હતું.
આ યોજનાઓમાં પ્રધાનમંત્રી જન ધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજના સામેલ છે. આ અભિયાનનો હેતુ તમામ ગ્રામ પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓની મદદથી દરેક પાત્ર નાગરિકને આ પરિવર્તનકારી યોજનાઓનો લાભ પૂરો પાડવાનો છે.
આ અભિયાન 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે, જેમાં આશરે બે લાખ 70 હજાર ગ્રામ પંચાયતો અને શહેરી સ્થાનિક સંસ્થાઓને આવરી લેવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.