ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 1, 2025 9:31 એ એમ (AM)

printer

નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના નિવારણ માટે જિલ્લા કલેક્ટર કક્ષાએ અપાયેલી સૂચનાઓનું પાલન કરવા મુખ્યમંત્રીની તંત્રને તાકિદ

નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓના સુચારૂ નિવારણ માટે જિલ્લા કલેક્ટર કક્ષાએ નિવારણ માટેની જે સૂચનાઓ અપાઈ હોય તેનું પાલન સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીએ તાકિદ કરી છે.મુખ્યમંત્રી સમક્ષ જૂન મહિનાના આ રાજ્ય “સ્વાગત”માં રાજકોટ અને અમદાવાદ મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, ગ્રામ પંચાયતના રસ્તાઓ બનાવવા, જમીન મહેસુલ, હેતુફેર સહિતની વિવિધ રજૂઆતો આવી હતી.સિંચાઈ યોજના પડતી મુકાયા છતાં કેટલાંક ખેડૂત ખાતેદારોના 7/12માં કલમ-4ના પ્રાથમિક જાહેરનામામાં યથાવત રહેલી નોંધને કારણે ખેડૂતોને લાંબા સમયથી પડતી સમસ્યાનો અંત લાવી તે નોંધ દૂર કરવાનો નિર્ણય “સ્વાગત” દરમિયાન કર્યો હતો.તેમણે રહેણાંક હેતુ માટેની સોસાયટીમાં કોમર્શિયલ પ્રવૃત્તિ કરનારા કેસમાં કડક કાર્યવાહી કરવા, ખેડૂતોની જમીન માપણીના પ્રશ્નો, રોડ રસ્તા પરના દબાણ હટાવવાના, પર્યાવરણ જાળવણી સહિતના પ્રશ્નોને નાગરિકો પરત્વે હકારાત્મક દ્રષ્ટિકોણ રાખીને જિલ્લા વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરે તેવી સ્પષ્ટ સુચનાઓ આપી હતી.જૂન મહિનાના “સ્વાગત” ઓનલાઈનમાં ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય “સ્વાગત” મળીને કુલ ત્રણ હજાર 349 રજૂઆતો મળી હતી તેમાંથી એક હજાર 757 જેટલી રજૂઆતોનું નિવારણ આવ્યું હતું.જૂન-2025ના રાજ્ય “સ્વાગત”માં કુલ 98 જેટલા અરજદારો રાજ્યભરમાંથી હાજર રહ્યા હતા. જેમાંથી 12 જેટલા અરજદારોને મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂ સાંભળ્યા હતા.. જ્યારે 86 જેટલા અરજદારોની અરજીઓ મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલયના અધિકારીઓએ સાંભળીને સંબધિત અધિકારીઓને તેના ઉકેલ માટે સૂચના આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.