ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 16, 2025 3:18 પી એમ(PM)

printer

નવી દિલ્હી રેલવે સ્ટેશન ઉપર થયેલી દોડધામમાં 18ના મોતની ઘટના અંગે તપાસ સમિતિની રચના

ગઈકાલે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડની ઘટનામાં રેલવેએ ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. જેમાં સમિતિમાં પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર નરસિંહ દેવ અને પ્રિન્સિપલ ચીફ સિક્યુરિટી કમિશનર પંકજ ગંગવારનો સમાવેશ કરાયો છે. દિલ્હી પોલીસે પણ આ ઘટનાની તપાસ શરૂ કરી છે, સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીને તપાસ કરશે.
ઉત્તર રેલ્વેએ મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, આ અંગે ઉત્તર રેલવેના અધિકારીએ આ મુજબ માહિતી આપી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને રાજ્યના ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. દરમિયાન, એજન્સીના અહેવાલો મુજબ, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ગઈકાલે રાત્રે થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 18 થઈ ગઈ છે. જેમાં 11 મહિલાઓ અને 5 બાળકોનો સમાવેશ થાય છે. અનેક લોકો ઘાયલ થયાના પણ અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ચઢવા માટે રાહ જોઈ રહેલા મુસાફરોની ભીડ વધી જવાને કારણે નાસભાગ મચી ગઈ હતી.
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને રેલ્વે, ગૃહ અને સંરક્ષણ મંત્રીઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.