આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 13મી એશિયા-પ્રશાંત ક્ષેત્ર માટેના સંયુક્ત રાષ્ટ્ર જીઓસ્પેશિયલ માહિતી વ્યવથાપન સંમેલન પ્રારંભ થશે. ચાર દિવસીય સંમેલનમાં ભારતના 120 પ્રતિનિધિઓની સાથે 30 દેશોના 90 પ્રતિનિધિઓ પણ ભાગ લેશે.
આ પરિષદ ટકાઉ વિકાસ લક્ષ્યોને સાકાર કરવા માટે જીઓસ્પેશિયલ માહિતીના ઉપયોગને વધારવા માટે વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ, ઉભરતી જિયોસ્પેશિયલ ટેક્નોલોજી અને પ્રાદેશિક વ્યૂહરચનાઓની રચના માટેના મુખ્ય મંચ પૂરું પાડે છે. જીઓસ્પેશિયલ ડેટાએ સ્થાન-વિશિષ્ટ સમય-આધારિત ડેટા છે. દેશના સર્વેયર જનરલ હિતેશકુમાર મકવાણાએ કહ્યું કે જિયો સ્પેશિયલના સંદર્ભમાં ભારત એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં અગ્રણી સ્થાન મેળવી રહ્યું છે.
Site Admin | નવેમ્બર 26, 2024 9:31 એ એમ (AM) | એશિયા-પ્રશાંત ક્ષેત્ર
નવી દિલ્હીમાં આજથી 13મી એશિયા-પ્રશાંત ક્ષેત્ર માટેના સંયુક્ત રાષ્ટ્ર જીઓસ્પેશિયલ માહિતી વ્યવથાપન સંમેલનનો પ્રારંભ થશે.
