ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 2, 2024 9:03 એ એમ (AM)

printer

નવી આશા, ઉમંગ અને અપેક્ષાઓ સાથે આજથી વિક્રમ સંવત 2081ના નુતન વર્ષનો પ્રારંભ થયો

નવી આશા, ઉમંગ અને અપેક્ષાઓ સાથે આજથી વિક્રમ સંવત 2081ના નુતન વર્ષનો પ્રારંભ થયો છે. રાજ્યભરમાં લોકો હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે નવા વર્ષને વધાવી રહ્યા છે. લોકો આજે વસ્ત્રોમાં સજ્જ થઈ નવા વર્ષની શુભેચ્છાઓની આપ લે કરશે અને એકબીજાને મીઠાઈ ખવડાવી સમગ્ર વર્ષ મીઠાશથી ભરેલું રહે તથા આરોગ્ય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવશે. રાજ્યભરના મંદિરમાં આજે વિશેષ શઇણગાર રોશની થશે.
અમદાવાદના અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે ગુજરાતી નાગરિકો હિંદુ કેલેન્ડર વિક્રમ સંવતના કારતક મહિનાના પ્રથમ દિવસને નવા વર્ષ તરીકે ઉજવે છે. જે બેસતા વર્ષ તરીકે પણ જાણીતું છે. આજે વહેલી સવારથી રાજ્યના મુખ્ય મંદિરોમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો નવાવર્ષે મંદિરે જઈ ભગવાનના આશીર્વાદ મેળવે છે.
બેસતા વર્ષ એટલે કે વર્ષના પ્રથમ દિવસે મહેમાનોનું સ્વાગત કરવા માટેલોકો તેમના ઘરોમાં સુશોભન કરી પ્રવેશદ્વારે રંગોળી છે. વેપારીઓ અને ધંધાકીય ગૃહો તેમના વ્યવસાયના સ્થળોએ પૂજા અર્ચના કરશે અને પાંચ દિવસ તેમની દુકાનો બંધ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ