ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 5, 2025 3:19 પી એમ(PM)

printer

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પ્રસિધ્ધ અમલસાડી ચીકુને જીઆઈ ટેગ આપવામાં આવ્યો

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના પ્રસિધ્ધ અમલસાડી ચીકુને વૈશ્વિક ભૌગોલિક ઓળખ આપતા જીયોગ્રાફીકલ ઇન્ડિકેશન-જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી કેનિંગ ફેકટરી, સહકારી મંડળીઓ અને ખેડૂત આલમમાં આનંદ વ્યાપી ગયો છે.
નવસારી-વલસાડ જિલ્લા ફળ અને શાકભાજી સંઘ, ગણદેવી તરફથી ચીકુનો જીઆઈ ટેગ મેળવવા માટે વર્ષ 2021 માં પ્રયાસો હાથ ધર્યા હતા. નવસારી કૃષિ યુનિવર્સિટીના સહકારથી અમલસાડ ચીકુને જીઆઈ ટેગ મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. જીયોગ્રાફીકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રેશન વિભાગ, ચેન્નાઈએ આ ટેગ આપતા વૈશ્વિક ફલક પર અમલસાડી ચીકુની માંગ વધશે.
ગણદેવી તાલુકામાં વાડીઓમાં કેરી અને ચીકુનો મબલખ પાક ઉતરે છે. ગણદેવી તાલુકાની વિવિધ સહકારી મંડળીઓ ચીકુની વ્યવસ્થા કરે છે, જે ટ્રેન અને ટ્રક મારફતે દેશભરના બજારોમાં પહોંચે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ