ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

મે 9, 2025 9:50 એ એમ (AM)

printer

ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રવિવારે રમાનારી IPL મેચને સલામતીનાં કારણોસર અમદાવાદમાં ખસેડાઈ

રવિવારે બપોરે હિમાચલ પ્રદેશનાં ધર્મશાળામાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની રમાનારી મેચને સલામતીનાં કારણોસર હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખસેડવામાં આવી છે. મેચ મૂળ કાર્યક્રમ મુજબ બપોરે 3-30 વાગ્યે શરૂ થશે.ધર્મશાળામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની IPL મેચ ગઈકાલે સાંજે સાવચેતીના પગલા રૂપે રદ કરવામાં આવી હતી. જ્યારે સ્ટેડિયમની ફ્લડ લાઈટો બંધ કરવામાં આવી ત્યારે પંજાબ કિંગ્સે 10.1 ઓવરમાં એક વિકેટે 122 રન બનાવ્યા હતા.આજે લખનૌમાં સાંજે 7.30 વાગ્યે લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે થશે.