ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 22, 2025 9:06 એ એમ (AM)

printer

દ્વિપક્ષિય સંબંધોને વધુ સુદ્રઢ બનાવવાના આશય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સાઉદી અરેબિયાની બે દિવસની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર આજથી સાઉદી અરેબિયાની બે દિવસની સત્તાવાર મુલાકાતે જશે.તેમની સાઉદી અરેબિયાની આ ત્રીજી મુલાકાત છે. આ મુલાકાત ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે ગાઢ થતી વ્યૂહાત્મક ભાગીદારી તથા વેપાર, ઊર્જા, સંરક્ષણ અને લોકો વચ્ચેના સંબંધો પણ મજબૂત થઇ રહ્યાં હોવાનું દર્શાવે છે. પ્રધાનમંત્રીની મુલાકાત એક નિર્ણાયક ક્ષણે આવી છે, જ્યારે સાઉદી અરેબિયા તેના મહત્વાકાંક્ષી વિઝન 2030 એજન્ડાને વેગ આપી રહ્યું છે.આ એજન્ડા રાજ્યના અર્થતંત્રમાં વિવિધતા લાવવા, તેના નાગરિકોને સશક્ત બનાવવા અને સાઉદી અરેબિયાને નવીનતા, ટકાઉપણું અને સર્વસમાવેશક વિકાસમાં વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવા માટે 2016માં શરૂ કરવામાં આવેલ એક વ્યાપક રાષ્ટ્રીય વ્યૂહરચના રજૂ કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.