ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 18, 2025 11:18 એ એમ (AM)

printer

દ્વિપક્ષિય સંબંધોને મજબૂત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેનેડા, જર્મની, ફ્રાંસ સહિતના દેશોના વડાઓ સાથે વાટાઘાટો કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને કેનેડા દ્વિપક્ષીય સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને બંને દેશોએ લોકશાહી તેમજ માનવતાને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે. કનાનાસ્કિસમાં G7 સમિટ દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે ઘણી કેનેડિયન કંપનીઓ ભારતમાં રોકાણ કરે છે અને તેનાથી વિપરીત પણ. તેમણે કહ્યું કે તેઓ ભારત કેનેડા સંબંધોને આગળ વધારવા માટે આતુર છે.પ્રધાનમંત્રી શ્રી મોદીએ આમંત્રણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.શ્રી કાર્નીએ કહ્યું કે G7 સમિટમાં ભારતના પ્રધાનમંત્રી મોદીની નિયમિત ભાગીદારી મહત્વપૂર્ણ છે.પ્રધાનમંત્રી મોદીએ જર્મની, ફ્રાન્સ, મેક્સિકો અને દક્ષિણ કોરિયાના નેતાઓ સાથે શ્રેણીબદ્ધ દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી. પ્રધાનમંત્રી મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે મુખ્ય ક્ષેત્રોમાં ભારત-જર્મની દ્વિપક્ષીય સહયોગને મજબૂત કરવા અંગે ચર્ચા કરી. આ ક્ષેત્રોમાં વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, ગ્રીન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ, ગ્રીન એનર્જી, ટેકનોલોજી, નવીનતા, શિક્ષણ અને ગતિશીલતાનો સમાવેશ થાય છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.