રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન 16 પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોની 61 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરૂં આકર્ષણ જોવા મળે છે. આ વર્ષે દિવાળીની રજાઓના વીસ દિવસના સમયગાળામાં, રાજ્યના 16 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 61 લાખ 70 હજાર 716 લોકોએ મુલાકાત લીધી હતી.
સ્ટેચ્યુ ઑફ યુનિટી,, અટલ બ્રિજ, રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, પાવાગઢ મંદિર, અંબાજી મંદિર, ગિરનાર રોપવે, સાયન્સ સિટી, વડનગર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, નડાબેટ, મોઢેરા સૂર્ય મંદિર, સ્મૃતિવન, ગીર અને દેવળીયા તેમજ દાંડી સ્મારક ખાતે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. અમદાવાદમાં સાડા પાંચ લાખથી વધુ પ્રવાસીઓએ કાંકરિયા પરિસરમાં વિવિધ આકર્ષણોની મોજ માણી હતી. ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને મંદિરોમાં સૌથી વધુ દ્વારકામાં 13 લાખથી વધુ લોકો દર્શનાર્થે આવ્યા હતાં.
Site Admin | નવેમ્બર 25, 2024 3:38 પી એમ(PM)
દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરૂં આકર્ષણ જોવા મળે છે
