દેશમાં 25 લાખથી વધુ કલાકસબીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ આવરી લેવાયા છે. કેન્દ્રિય સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગરાજય મંત્રી શોભા કરંદલંજે એ આજે લોકસભામાં આ મુજબ જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ સપ્ટેમ્બર 2023થી ઓકટોબર 2024 સુધીમાં 2 હજાર 122 કરોડ રૂપિયા લાભાર્થીઓને મંજૂર કરાયા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ યોજના હેઠળ 30 લાખથી વધુ કલાકસબીઓની નોંધણી કરવાની નેમ રાખવામાં આવી છે.
Site Admin | નવેમ્બર 28, 2024 7:49 પી એમ(PM) | પ્રધાનમંત્રી વિશ્વકર્મા
દેશમાં 25 લાખથી વધુ કલાકસબીઓ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ આવરી લેવાયા છે
