દેશમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી અંતર્ગત આ સત્રમાં સરકારે 120 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી છે. પંજાબમાં 6 લાખ 58 હજાર ખેડૂતોને ડાંગરની ખરીદીનો ફાયદો થયો છે. તેમને 27 હજાર 995 કરોડ રૂપિયાની લઘુત્તમ સમર્થન કિંમત-એમએસપી ચૂકવવામાં આવી છે.
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે કહ્યું કે ગ્રેડ ‘A’ ડાંગર માટે ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. તે માત્ર 2,320 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવે છે. પંજાબ સરકારે ડાંગરની લણણીનું કામ ચાર હજાર 743 મિલોને ફાળવ્યું છે, જેના માટે કુલ ચાર હજાર 839 ડાંગર મિલોએ અરજી કરી છે. કેન્દ્ર સરકારે વર્તમાન ખરીફ ઋતુ માટે ડાંગરની ખરીદીનો અંદાજિત લક્ષ્યાંક 185 લાખ મેટ્રિક ટન રાખ્યો છે.
Site Admin | નવેમ્બર 10, 2024 8:35 એ એમ (AM) | દેશમાં ખરીફ પાક
દેશમાં ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી અંતર્ગત આ સત્રમાં સરકારે 120 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી
