મે 6, 2025 2:16 પી એમ(PM)

printer

દેશભરમાં આવતીકાલે યોજાનારી મોક ડ્રીલ પહેલા કેન્દ્રીય ગૃહ સચિવ અને રાજ્યોના મુખ્ય સચિવો વચ્ચે બેઠક યોજાઈ.

દેશભરમાં આવતીકાલે યોજાનારી મોક ડ્રીલ અંગે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન અને રાજ્યોના મુખ્ય સચિવો વચ્ચે વીડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી બેઠક કરી રહ્યા છે. ગૃહ-મંત્રાલય કાર્યાલયમાં ચાલી રહેલી બેઠકમાં નાગરિક સુરક્ષા મહાનિદેશક, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ-NDRF અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ગૃહ મંત્રાલયે કેટલાક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક સંરક્ષણ સજ્જતાનું મૂલ્યાંકન કરવા દેશનાં 244 પસંદગીનાં જિલ્લામાં ગ્રામ્ય સ્તર સુધી સુરક્ષા અભ્યાસ કરવાનો નિદેશ આપ્યો છે.