રાજ્યભરમાં આજથી 15 ઑગસ્ટ સુધી હરઘર તિરંગા અભિયાન યોજાશે. “હરઘર તિરંગા, હરઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ”ની વિષયવસ્તુ સાથે યોજાનારા અભિયાન હેઠળ સ્વચ્છતા રેલી સહિતના વિવિધ કાર્યક્રમ યોજાશે.હર ઘર તિરંગા અભિયાન હેઠળ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે બેથી ત્રણ કિલોમીટર લાંબી ત્રિરંગા યાત્રા યોજાશે. ઉપરાંત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા યાત્રાનું પણ આયોજન કરાયું છે. તેમજ શહેરોને સ્વચ્છ રાખવા સફાઈ ઝૂંબેશ હાથ ધરાશે. જ્યારે 12થી 15 ઑગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ સ્થળ પર સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાશે. સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ દેશભક્તિની વિષયવસ્તુ પર ફૅન્સી ડ્રૅસ સ્પર્ધા, તિરંગા ચિત્ર સ્પર્ધા તથા તિરંગા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીને પુરસ્કારથી સન્માનિત કરાશે.
Site Admin | ઓગસ્ટ 8, 2025 9:49 એ એમ (AM)
દેશપ્રેમની ભાવના જગાવવા આજથી રાજ્યભરમાં હર હર તિરંગા અભિયાનનો આરંભ
