ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 22, 2025 7:36 પી એમ(PM)

printer

દેશની એક લાખ 44 હજાર ગ્રામ પંયાયતમાંથી સુરતની પલસાણા ગ્રામ પંચાયતની રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ પુરસ્કાર માટે પસંદગી.

સુરતની પલસાણા ગ્રામ પંચાયતની રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. ઈ-ગવર્નન્સ ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ દેશની એક લાખ 44 હજાર ગ્રામ પંચાયતમાંથી પલસાણા ગ્રામ પંચાયતને ‘ગ્રાસરૂટ લેવલ ઇનિશિએટિવ્સ ફૉર ડિપનિંગ-વાયડનિંગ ઑફ સર્વિસ ડિલિવરી’ માટે આ પુરસ્કાર અપાશે. વિશાખાપટ્ટનમ ખાતે યોજાનારી ‘28મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ પરિસદમાં’ ગ્રામ પંચાયતને આ પુરસ્કાર એનાયત કરાશે.
પલસાણા પંચાયતે લોકસેવા પહોંચાડવાની પદ્ધતિમાં ડિજિટલ રૂપાંતર લાવીને પારદર્શકતા, ઝડપ અને કાર્યક્ષમતા વધારવાનું કાર્ય કર્યું છે. ઈ-ગવર્નન્સ થકી સ્થાનિક નાગરિકોને સુગમ અને અસરકારક સેવાઓ સુલભ બનાવી આ ગામ ઉદાહરણરૂપ બન્યું છે. ગ્રામ પંચાયત કક્ષાએ V.C.E. અને તલાટી દ્વારા વર્ષ 2024-25 દરમિયાન અંદાજે 17 હજાર 484 જેટલી ઑનલાઈન સેવાઓ ગ્રામજનોને પૂરી પાડવામાં આવી હોવાનું પણ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ