નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આજે દેશના પાંચ હજારથી વધુ કેન્દ્ર અને વિદેશના 13 શહેરોમાં રાષ્ટ્રીય પાત્રતા-સહ-પ્રવેશ પરીક્ષા- NEET (UG) 2025નું આયોજન કરવામાં આવ્યું છે. NTA એ એક નિવેદનમાં જણાવ્યું કે, સલામત અને સુરક્ષિત પરીક્ષાનું આયોજન કરવા માટે તમામ તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં આવી છે.બપોરે બે વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી યોજાનારી આ પરીક્ષા માટે 22 લાખ સાત હજારથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. NEET (UG) પરીક્ષા દરમિયાન ખોટી માહિતી ફેલાવતી 165 થી વધુ ટેલિગ્રામ ચેનલ અને 32 થી વધુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. NTA એ બધા ઉમેદવારો અને તેમના વાલીઓને સતર્ક રહેવા વિનંતી કરી છે
Site Admin | મે 4, 2025 9:43 એ એમ (AM)
દેશના પાંચ હજારથી વધુ કેન્દ્ર પર આજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ – NEETની પરીક્ષા આપશે
