વૈશ્વિક ખોરાક તરીકે દૂધના મહત્વને ઉજાગર કરવા તેમજ ડેરી ઉદ્યોગને ટેકો આપવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે પહેલી જૂને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દૂધ માત્ર પૌષ્ટિક આહાર જ નહીં પરંતુ પશુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોની આજીવિકાનું મહત્વપૂર્ણ માધ્યમ પણ છે.ભારતનું દૂધ ઉત્પાદન દરવર્ષે 5.7 ટકાના દરે ઝડપી ગતિએ વધી રહ્યું છે. ભારતની કુલ જીડીપીમાં 4.5 ટકા જેટલો ફાળો ડેરી ઉદ્યોગનો છે. ગુજરાતની વાત કરીએ તો ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો 7.5 ટકા જેટલો ફાળો છે. રાજ્યમાં દૂધ ઉત્પાદન 11.8 મિલિયન ટનના અભૂતપૂર્વ વધારા સાથે દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. છેલ્લા બે દાયકામાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 9.26 ટકાનો વાર્ષિક વધારો થયો છે. રાજ્યમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધી પણ છેલ્લા એક દાયકામાં 38 ટકા વધીને આજે 700 ગ્રામ પ્રતિ દિન થઇ છે.
Site Admin | જૂન 1, 2025 9:46 એ એમ (AM)
દૂધના મહત્વને ઉજાગર કરવા દર વર્ષે પહેલી જૂને વિશ્વ દૂધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે
