ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 8, 2025 7:38 પી એમ(PM)

printer

દુબઇના પ્રિન્સ ક્રાઉને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં દુબઈના ક્રાઉન પ્રિન્સ, નાયબ પ્રધાનમંત્રી અને યુએઈના સંરક્ષણ મંત્રી શેખ હમદાનબિન મોહમ્મદ અલ મક્તૂમને મળ્યા હતા. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે દુબઈએ ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું કે આ ખાસ મુલાકાત ભારત-યુએઈની ગાઢ મિત્રતા દર્શાવે છે. આ અગાઉ ક્રાઉન પ્રિન્સે વિદેશ પ્રધાન, ડૉ.એસ.જયશંકર અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. ક્રાઉન પ્રિન્સ તેમના અનેક મંત્રીઓ, વરિષ્ઠસરકારી અધિકારીઓ અને ઉચ્ચ સ્તરીય વ્યાપાર પ્રતિનિધિમંડળ સાથે આજે સવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. ક્રાઉન પ્રિન્સ મુંબઈ જશે જ્યાં તેઓ બંને પક્ષોનાઅગ્રણી વ્યાપારી નેતાઓ સાથે વ્યાપાર વધુ મજબૂત બનાવવા ચર્ચા વિચારણા કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ