નવેમ્બર 6, 2024 7:08 પી એમ(PM)

printer

દાહોદમાં પોલીસે માર્ગ અકસ્માતના બનાવો સંદર્ભે બહુપરિમાણીય વિશ્લેષણ કરી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે કામગીરી કરી

દાહોદમાં પોલીસે માર્ગ અકસ્માતના બનાવો સંદર્ભે બહુપરિમાણીય વિશ્લેષણ કરી માર્ગ અકસ્માતમાં ઘટાડો કરવા માટે કામગીરી કરી છે. જેને પરિણામે દાહોદ જીલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૮૫ વાહન અકસ્માતોમાં ઘટાડો થયો છે, એટલું જ નહિ, ૬૯ માનવ જીવન બચાવવામાં સફળતા મળી છે. ટ્રાફિક અવેરનેસ, ડ્રંક એન્ડ ડ્રાઇવ, હેલ્મેટ-સીટ બેલ્ટ સહિતની ખાસ ડ્રાઇવ ઉપરાંત ડ્રોન કેમેરાના ઉપયોગથી અસરકારક ટ્રાફિક મેનેજમેન્ટની પ્રશંસનીય કામગીરી માટે દાહોદ જિલ્લા પોલીસ વડા અને તેમની સમગ્ર ટીમને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે.