દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે કેરળમાં પ્રવેશ્યું છે, જે સામાન્ય રીતે પહેલી જૂનથી શરૂ થતું હતું. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે ૨૦૦૯ પછી પહેલીવાર કેરળમાં ચોમાસાનુ વહેલુ આગમન થયું છે.
બીજીતરફ હવામાન વિભાગે આજે કેરળ, દક્ષિણ કોંકણ, કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, મધ્ય મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાનના પશ્ચિમી ભાગોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું છે. તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર અને આસામમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી કેરળ, માહે અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તેલંગાણામાં આગામી ત્રણથી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. અહીં, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.
Site Admin | મે 24, 2025 1:51 પી એમ(PM)
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે સમય કરતાં વહેલુ કેરળમાં પ્રવેશ્યું
