ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 9, 2025 10:34 એ એમ (AM)

printer

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે. ગઇકાલે સવારે છ વાગ્યાથી આજના સવારના ચાર વાગ્યા સુધીમાં 123 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીમાં સૌથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આજે રાજ્યના નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે બોટાદ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને ડાંગમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે. જે અંતર્ગત સૌરાષ્ટ્ર માં આવતા 6 દિવસ સુધી છૂટોછવાયા વરસાદની શક્યતા છે. 40 થી 50 કીમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની સાંભવનાને પગલે આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનસક્રિય જોવા મળ્યું છે. આ અંગે હવામાન વિભાગના નિયામક એ કે દાસે વધુ માહિતી આપી.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલ સાંજના 6 વાગ્યા સુધીમાં વઢવાણ તાલુકામાં 20 અને મુળી તાલુકામાં સરેરાશ 21 મીમી વરસાદ નોંધાયો છે થાનગઢ તાલુકામાં 10 મીમી જ્યારે લખતર, લીંબડી, ચૂડા,ચોટીલા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ