ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 1, 2025 2:31 પી એમ(PM)

printer

તેલંગાણામાં દવા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 35નો થયો.

તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં દવા કંપનીમાં થયેલા વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા 35 થઈ છે. પોલીસ અત્યાર સુધી માત્ર 11 મૃતદેહની ઓળખ કરી શકી છે. બચાવ અભિયાન હાથ ધરનારા અધિકારીઓએ કહ્યું, કાટમાળમાં 16 શ્રમિક ફસાયા હોવાની શક્યતા છે.
હૉસ્પિટલમાં સારવાર હેઠળ 35 શ્રમિકમાંથી 12 શ્રમિકની હાલત ગંભીર છે. રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની મદદથી બચાવ કાર્ય 24 કલાક ચાલુ છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ આજે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી. તેમણે અધિકારીઓ પાસેથી બચાવ અભિયાન અંગેની માહિતી મેળવી.
ઉપરાંત શ્રી રેડ્ડીએ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલાં શ્રમિકોની પણ મુલાકાત લઈ ખબરઅંતર પૂછ્યા. તેમજ આ દુઃખદ ઘટનાની વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.