તાપી જિલ્લા કલેક્ટર ડૉ. વિપિન ગર્ગે જિલ્લાના માર્ગો અને બ્રિજોની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે આજે વાલોડની વાલ્મિકી નદી પર આવેલા બ્રિજની સ્થળ તપાસ કરી માહિતી મેળવી. જિલ્લાના મોટાભાગના માર્ગ અને પુલો સારી સ્થિતિમાં હોવાનું શ્રી ગર્ગે જણાવ્યુ.
તો બીજી તરફ માર્ગ મકાન વિભાગ દ્વારા સોનગઢમાં આવેલ હિન્દુસ્તાન બ્રિજ આવતીકાલથી 3 મહિના માટે ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યો છે.