તહેવારની ઉજવણી દરમિયાન રાજ્યની પોલીસ સતર્ક બની છે. આજનો ધૂળેટીનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ ખડેપગે છે. તાજેતરમાં રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકો સાથે વિડિઓ કોન્ફરન્સ યોજીને તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં થાયે તેવી સૂચના આપી હતી.
અફવાઓ અંગે ખાસ સોશિયલ મીડિયા મોનીટરીંગ પણ કરાઇ રહ્યું છે, જેને કારણે કોઇ અફવા ન ફેલાય અને તેને કારણે કોઇ ગેરસમજ ન ફેલાય તે માટે જ પણ પોલીસ સતર્ક બની છે.
તકેદારીના ભાગરૂપે વધુ ભીડભાડવાળી જગ્યાઓ અને ધાર્મિક સંસ્થાઓ પર જરૂરી બંદોબસ્ત રાખી અને સંવેદનશીલ સ્થળોએ પૂરતી પોલીસ ફોર્સ પણ તૈનાત કરી દેવાઇ છે.
Site Admin | માર્ચ 14, 2025 9:54 એ એમ (AM)
તહેવારની ઉજવણી દરમિયાન રાજ્યની પોલીસ સતર્ક બની
