એપ્રિલ 26, 2025 6:49 પી એમ(PM)

printer

તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશી ખાતે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા

તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના શિવકાશી ખાતે ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાથી ત્રણ લોકોના મોત થયા છે અને પાંચ ઘાયલ થયા છે. આ અકસ્માત રસાયણોના મિશ્રણ દરમિયાન થયો હતો. આ ખાનગી ફેક્ટરીમાં 200 થી વધુ શ્રમિકો કામ કરે છે. વધુ નુકસાન અટકાવવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડના વાહનોને મોકલવામાં આવ્યા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને વિસ્ફોટક વિભાગના અધિકારીઓ અકસ્માતની તપાસ કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.