ઢાકામાં ગઇકાલે બાગ્લાદેશ વાયુસેનાનું વિમાન ક્રેશ થતાં શાળાના બાળકો સહિત 22 લોકોના મોત થયા છે અને 169 લોકો ઘાયલ થયા છે. ગઇકાલે બપોરે 1.06 વાગ્યે, વાયુસેનાનું એક તાલીમ વિમાન ટેકઓફ કર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. વિમાનનો આગળનો ભાગ શાળાના મકાનની સીડી સાથે અથડાયો હતો જ્યારે બંને પાંખો સીડીની બંને બાજુના વર્ગખંડોમાં ફાટી ગઈ હતી. ફાયર સર્વિસના નવ યુનિટે બપોરે 2.25 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવ્યો હતો, જેનાથી બચાવ કામગીરીનો માર્ગ મોકળો થયો હતો. ફાયર સર્વિસની સાથે, આર્મી, વાયુસેના, BGB અને અન્ય એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાઈ હતી.બાંગ્લાદેશ એવિએશન ઓપરેટર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી મોફિઝુર રહેમાને વસ્તીવાળા વિસ્તારોમાં લશ્કરી ફ્લાઇટ કામગીરીનું તાત્કાલિક પુનઃમૂલ્યાંકન કરવાની હાકલ કરી હતી. વરિષ્ઠ બીએનપી નેતા રુહુલ કબીર રિઝવીએ ગઈકાલે ઘાયલોની મુલાકાત લીધી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઢાકામાં થયેલા હવાઈ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. બાંગ્લાદેશ સરકારે આ ઘટના બાદ એક દિવસનો શોક જાહેર કર્યો છે.
Site Admin | જુલાઇ 22, 2025 7:49 એ એમ (AM)
ઢાકામાં ગઇકાલે બાગ્લાદેશ વાયુસેનાનું વિમાન ક્રેશ થતાં શાળાના બાળકો સહિત 22ના મોત
