મે 6, 2025 10:00 એ એમ (AM)

printer

ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએ ગેરકાયદેસર નિવાસીઓને સ્વેચ્છાએ દેશ છોડે તો 1 હજાર ડોલર અને મુસાફરી ખર્ચ ચૂકવવાની દરખાસ્ત કરી

સામૂહિક દેશનિકાલની પ્રક્રિયાને વેગ આપવાનાં પ્રયાસમાં, ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રએ ગેરકાયદેસર નિવાસીઓને સ્વેચ્છાએ દેશ છોડે તો 1,000 ડોલર અને મુસાફરી ખર્ચ ચૂકવવાની દરખાસ્ત કરી છે.એક નિવેદનમાં વિભાગે જણાવ્યું છે કે, હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટની જાહેરાત પ્રમાણે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સીબીપી હોમ એપની મદદથી આ તકનો લાભ લઈ શકે છે.