ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

એપ્રિલ 21, 2025 8:42 એ એમ (AM)

printer

ડૉ. જિતેન્દ્ર સિંહે યુવા જાહેર સેવકોને પ્રામાણિકતા, જવાબદારી અને સેવાના ઉચ્ચતમ ધોરણો જાળવવા અનુરોધ કર્યો

કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે યુવા જાહેર સેવકોને પ્રામાણિકતા, જવાબદારી અને સેવાના ઉચ્ચતમ ધોરણો જાળવવા અનુરોધ કર્યો છે. ગઇકાલે ભારતીય વહીવટી સેવાના તાલીમાર્થી અધિકારીઓની 2023ની બેચ સાથે વાતચીત કરતા, ડૉ. સિંહે ભારતના વહીવટી પરિવર્તન અને વિકસિત ભારતના દ્રષ્ટિકોણ પર પ્રકાશ પાડ્યો.તેમણે ભારતીય વહીવટી સેવાના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી મોટા મહિલા પ્રતિનિધિત્વની પ્રશંસા કરી, જેમાં 180 અધિકારીઓની વર્તમાન બેચમાં 74 મહિલા અધિકારીઓ છે.