સપ્ટેમ્બર 6, 2024 9:40 એ એમ (AM) | ભાવ વધારા

printer

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે.

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે.
દિલ્હી-એનસીઆરમાં મોબાઇલ વાન દ્વારા 38 સ્થળોએ 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવે ડુંગળીનાં વેચાણ માટે ક્રૃષિ ભવન ખાતે મોબાઇલ વાનને લીલીઝંડી આપ્યા બાદ કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં અમદાવાદ, કોલકતા, ભુવનેશ્વર, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગલુરુ, ગુવાહાટી અને રાયપુરમાં પણ આ રીતે રાહત દરે ડુંગળીનાં વેચાણની યોજના છે.
ગુરુવારથી દિલ્હી ઉપરાંત મુંબઇમાં મોબાઈલ વાન, નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ-NCCFની દુકાનો, નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ, કેન્દ્રીય ભંડાર અને સફળ દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ શરૂ કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.