ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એન.એસ.એસ. વિભાગ દ્વારા 7 દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.માજી ધારાસભ્ય અને જિલ્લા સદસ્ય મંગળભાઇ ગાવિતે આ ખાસ શિબીરનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંગળભાઈ ગાવિતે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી પર્યાવરણ બચાવવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું.તેમજ રંભાસ ગ્રામ પંચાયતના સરપંચ સ્મિતા ચૌધરીએ વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવનનો ખ્યાલ આપી ગામમાં એન.એસ.એસ. દ્વારા જુદી જુદી પ્રવૃતિઓ કરી લોકોને વિવિધ વિષયો બાબતે જાગૃત કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 5, 2025 3:07 પી એમ(PM) | એન.એસ.એસ. વિભાગ
ડાંગ જિલ્લાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એન.એસ.એસ. વિભાગ દ્વારા 7 દિવસીય ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું
