ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને ભાતિગળ લોકમેળા ‘ડાંગ દરબાર’નુ સમાપન થયું છે. ડાંગના માજી રાજવીશ્રીઓના સન્માન સાથે ૯ થી ૧૨ માર્ચ દરમિયાન, આહવા ખાતે, ડાંગ દરબાર યોજાયો હતો. આ લોકમેળામાં રાજવી પરિવારોને રાજ્ય સરકાર દ્વારા ૬૭ લાખ ૧૫ હજાર ૭૧૬ રૂપિયાનુ વાર્ષિક સાલિયાણુ પણ ચુકવવામા આવ્યુ હતુ.
ચાર દિવસો સુધી યોજાયેલા આ મેળામાં ૫૫ થી વધુ સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરાઇ હતી. મેળામાં લોકોને તકલીફ ન પડે તે માટે ૭ પોલીસ ઇન્સપેક્ટર, ૧૪ પોલીસ સબ ઇન્સપેક્ટર, ૧૨૫ જેટલા પોલીસ કર્મીઓ સહિત ૬૫૦થી વધુ હોમગાર્ડ અને જી.આર.ડી જવાનો તૈનાત કરાયા હતા. આ ઉપરાંત મેળામાં વિવિધ સખી મંડળના કુલ ૪૨ થી સ્ટોલ્સ પણ પ્રદર્શિત કરવામા આવ્યા હતા.
Site Admin | માર્ચ 13, 2025 7:17 પી એમ(PM)
ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને ભાતિગળ લોકમેળા ‘ડાંગ દરબાર’નુ સમાપન થયું છે.
