ઝારખંડમાં, આજે પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા છે. પોલિસ મહાનિદેશક આશુતોષ શેખરે જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન થયેલી અથડામણમાં બે નક્સલીઓ માર્યા ગયા છે અને અનેક ઘાયલ થયા છે. સીપીઆઈ માઓવાદીઓની ટુકડીએ પોલીસ દળો પર હુમલો કરવાની યોજના ઘડી હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન,દરમિયાન સુરક્ષા દળોએ બે રાઇફલ પણ જપ્ત કરી હતી.
Site Admin | જાન્યુઆરી 29, 2025 6:47 પી એમ(PM) | નક્સલવાદી
ઝારખંડમાં, આજે પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા
